બિહારમાં LJP ના પાંચ સાંસદોએ પાર્ટીના અધ્યક્ષ બદલી નાંખ્યા, અધ્યક્ષ ચિરાગ પાસવાનની જ હકાલપટ્ટી

LJP ના કુલ 6 સાંસદોમાંથી આ 5 સાંસદોએ Pashupati Kumar Paras ને સંસદીયદળના નેતા તરીકે વરણી કરી Chirag Paswan ની હકાલપટ્ટી કરી છે.

બિહારમાં LJP ના પાંચ સાંસદોએ પાર્ટીના અધ્યક્ષ બદલી નાંખ્યા, અધ્યક્ષ ચિરાગ પાસવાનની જ હકાલપટ્ટી
LJP ના કુલ 6 સાંસદોમાંથી આ 5 સાંસદોએ બળવો કર્યો
Follow Us:
| Updated on: Jun 14, 2021 | 5:00 PM

BIHAR : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA થી અલગ થયેલા લોક જનશક્તિ પાર્ટી (LJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન (Chirag Paswan) ની સ્થિતિ હાલ કફોડી બની છે. બિહાર વિધાનસભા ચૂંટણી વખતે નેતાગીરી કરવા ગયેલા ચિરાગ પાસવાન નીતીશકુમારની સામે પડ્યા હતા. એ જ ચિરાગ પાસવાન હવે પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવાના હવાતિયા મારી રહ્યાં છે. ચિરાગને LJP પાર્ટીના સાંસદોએ જ બહારનો રસ્તો બતાવ્યો છે.

LJP ના પાંચ સાંસદોએ કર્યો બળવો LJPના 6 માથ પાંચ સાંસદોએ અધ્યક્ષ ચિરાગ પાસવાન સામે બળવો કરવો છે. ચિરાગ પાસવાન (Chirag Paswan)ના કાકા પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras) , પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ, ચંદન સિંહ, વીણા દેવી અને મહબૂબ અલી કેસરે બળવો કર્યો છે. LJP ના કુલ 6 સાંસદોમાંથી આ 5 સાંસદોએ પશુપતિ પારસ પાસવાનને સંસદીયદળના નેતા તરીકે વરણી કરી ચિરાગ પાસવાનની હકાલપટ્ટી કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચિરાગને ન મળ્યાં પશુપતિ પાસવાન પાર્ટીમાં થયેલા આ સમગ્ર ઘટનાક્રમની જાણ થતા ચિરાગ પાસવાન (Chirag Paswan) તેના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે પહોંચ્યા હતા. ચિરાગ જાતે ગાડી ચલાવીને પશુપતિ પારસના ઘરે પહોંચ્યા હતા, પરંતુ એક કલાકથી પણ વધારે સમય થવા છતાં પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras) ના ઘરનો દરવાજો ખુલ્યો જ નહીં. એક સમય એવો હતો કે પશુપતિના માર્ગદર્શનમાં ચિરાગ કામ કરતા હતા, અને હવે તેઓ એક મુલાકાત માટે પણ રાજી નથી.

મેં પાર્ટીને તુટતા બચાવી : પશુપતિ પાસવાન આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવા પણ સમાચાર મળ્યા છે કે પશુપતિ કુમાર પારસ સહીત આ પાંચેય સાંસદોએ ચૂંટણીપંચ તેમજ લોકસભા સાંસદ ઓમપ્રકાશ બિડલા સાથે મુલાકાત કરી છે. પશુપતિ કુમાર પાસવાને કહ્યું-

અમારી પાર્ટીમાં 6 સાંસદ છે. 5 સાંસદોની ઇચ્છા હતી કે અમારી પાર્ટી પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી રહી છે, આ પક્ષને બચાવવો જોઈએ. મેં પાર્ટી તોડી નથી, મેં પાર્ટી બચાવી છે. ચિરાગ પાસવાન મારો ભત્રીજો છે, હજી પણ તે અમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ પાર્ટીમાં રહે તેનો મને કોઈ વાંધો નથી, મને તેમની સાથે કોઈ સમસ્યા નથી. મેં પાર્ટી તોડી નથી. જે લોકોએ કોઈ કારણસર અમારી પાર્ટી છોડી દીધી છે તેની માફી માંગું છું અને વિનંતી કરું છું કે તેઓ પાર્ટીમાં પાછા જોડાઈ જાય.”

નીતીશકુમાર વિકાસપુરૂષ છે : પશુપતિ મીડિયા સાથે વાતચીત કરતા પશુપતિ કુમાર પરસએ કહ્યું કે તેઓ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને વિકાસપુરૂષ માને છે અને NDA ગઠબંધનમાં જોડાયેલા રહેવા માંગે છે. આ દરમિયાન, તેમણે JDU માં LJP ના વિલયની બધી વાતોને સંપૂર્ણપણે નકારી હતી.

આ પણ વાંચો : Maharashtra : શું અઢી વર્ષ જ મુખ્યપ્રધાન પદ પર રહેશે Uddhav Thackeray ? સંજય રાઉતે આપ્યો જવાબ

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">